દિયોદર,
ઉત્તર ગુજરાત માં જુલાઈ મહિના ના અંત સાથે નહિવત વરસાદ પડ્યો હતો. જો કે મહિના ની છેલ્લી તારીખે દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તાર માં 34 એમ એમ જેટલો વરસાદ ખાબકતા ક્યાંક ખેડૂતો માં ખુશી જોવા મળી આવી હતી, ત્યારે આજે શનિવાર ના રોજ દિયોદર શહેર માં વહેલી સવારે વરસાદ સામાન્ય જોવા મળ્યો હતો, ગ્રામીણ વિસ્તાર માં સારો વરસાદ પડ્યો હતો જેમાં દિયોદર તાલુકા ના કોતરવાડા ગામે તેમજ આજુ બાજુ વિસ્તાર માં લાંબા સમય બાદ સારા વરસાદ નું આગમન થયું હતું, જેમાં ખેડૂતો એ આ વખતે બાજરી, ગવાર, મઠ, મંગ, એરંડા , કપાસ જુવાર વગેરે પાક નું વાવેતર કર્યું હતું. પરંતુ નહિવત વરસાદ ના કારણે ખેડૂતો માં નિરાશા જોવા મળી હતી ત્યારે પહેલી ઓગસ્ટ ના પ્રથમ દિવસે સારા વરસાદ નું આગમન થતા ખેડૂતો ની આશા ફરી જાગી હતી.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર