જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની જિલ્લા અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સમિતિના સદસ્યો સાથે પરામર્શ બાદ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીની અછત ન સર્જાય તે માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાણીનો સંચય વધારે થાય અને તળાવોમાં જળસ્તર ઓછું ન થાય તે માટે સુચારુ આયોજન કરાયું છે. જિલ્લા કલેકટરએ બાકી રહેલા વિકાસ કાર્યોને તાત્કાલિક પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. તેમજ સમિતિના સદસ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ઊંડ જળ સિંચન વિભાગના કાર્યપાલક ઈજનેર હરદયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર અકબરી તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.

 

 

 

Related posts

Leave a Comment