ભાભર,
માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે, શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાત મંદ લોકો ને ધાબળા, સ્વેટર , બુટ, મોજા, જીવન જરૂરીયાત વસ્તુઓ અને ઉનાળામાં પાણી ની પરબ પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલી ઘર, બુટ ,ચંપલ અને કોરોના જેવી મહામારી માં લોકો ને ભોજન જરૂરીયાત મંદ પરિવારો ને કરિયાણાની કિટ અને લોકોને કોરોના સામે લડવા લોક જાગૃતિ જેવા અનેક કર્યો કરવામાં આવતું હોય છે, ત્યારે સાથે સાથે માનવતા ગ્રુપ ભાભર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી દિવ્યાંગજન સમાજ ના અભિન્ન અંગ છે, જે દિવ્યાંગજનોનો સહારો બને છે તે સાચા અર્થમાં માનવ છે આ પંક્તિ માનવતા ગ્રુપ એ સાર્થક કરી ભાભર તાલુકાના ઊંડાઈ ગામ ના ઠાકોર સુરસંગજી ધારસીજી તેમના જુવાનજોધ દીકરાઓના અકાળે નિધન થતા માનસિક તણાવ માં આવીને દિવ્યાંગ બની ગયા હતા અને સુરસંગજી ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી 20વર્ષ થી ઘર બહાર નીકળ્યા ન હતા, માનવતા ગ્રુપ ભાભર ને જાણ થતા માનવતા ગ્રુપ ભાભરની ટીમ દ્વારા રૂબરૂ મુલાકત કરીને ટ્રાય સાયકલ આપવામાં આવી અને સુરસંગજી ઠાકોર 20વર્ષે સાયકલ લઈને ઘર બહાર નીકળ્યા આમ માનવતા ગ્રુપ ભાભર દ્વારા અનોખી માનવીય કાર્ય કરી રહ્યું છે.
રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર