બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન…..

દિયોદર,

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પથક માં આજે શુકવાર ના રોજ એકાએક વાતાવરણ માં પલટો આવ્યા બાદ વરસાદ નું આગમન થયું હતું જેમાં અનેક નીચાણવાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા હતા. જો કે દિયોદર હાઇવે વિસ્તાર પર એક બાજુ ગોકુળગતી એ રેલવે પુલ ની કામગીરી ચાલી રહી છે, જેમાં મેઈન લાઇન ને ડાયવર્જન  આપવામાં આવ્યું છે ત્યારે એકાએક ધોધમાર વરસાદ પડતાં આજુ બાજુ જગ્યા પર વરસાદી પાણી ભરાયા હતા.

જેમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જેમાં ખાડા ના લીધે અનેક બાઇક ચાલકો પાણી માં ગરકાવ થયા હતા. જેનો વિડીયો સોસીયલ મીડિયા માં વાયરલ થયો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment