વિશ્વ દુધ દિવસ નિમિત્તે માંડવી પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પશુપાલક ગોષ્ઠિ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત 

પશુ વિજ્ઞાન કેન્દ્ર, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, વ્યારા દ્વારા આજરોજ મુસા ગામ ખાતે “વિશ્વ દૂધ દિવસ” નિમિત્તે પશુપાલક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ડૉ. સુનિલભાઈ પ્રજાપતિએ પશુ વિજ્ઞાન કેન્દ્રની કામગીરી તેમજ સ્વચ્છ દૂધ ઉત્પાદન અંગે માહિતી આપી હતી. જ્યારે ડૉ. મહેશકુમાર પી. માઢવાતરે નફાકારક દૂધ ઉત્પાદન અને દૂધના મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત પશુપાલકોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.

પ્રસંગે પશુપાલકોને પશુપાલન વિષયક સાહિત્ય કિટ તથા મિનરલ મિશ્રણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડૉ. એસ. એસ. પાટીલના નેતૃત્વમાં તથા ડૉ. વી. એસ. ડબાસ અને ડૉ. જે. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

Related posts

Leave a Comment