આઈ.ટી.આઈ. ગુલાબનગરમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, જામનગર 

   રોજગાર અને તાલીમ ખાતું, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. ગુલાબનગર (હાપા, પ્લોટનં.૬૮-રામતીર્થ નગર, રવિ પેટ્રોલ પંપ સામે, રાજકોટ હાઇવે, જામનગર) ખાતે ધો.૧૦ પાસ માટે કોપા (કમ્પ્યુટર NCVT), મિકેનિક ડીઝલ, ફીટર તથા ધો.૮ પાસ માટે વાયરમેન વ્યવસાયોમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૧૩-૦૬-૨૦૪ સુધી ચાલુ છે. 

    પ્રવેશવાંચ્છુ ઉમેદવારો સંસ્થા ખાતેથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in લિંક ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી ઓનલાઈન માધ્યમ થી રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરી શકશે. તેમજ પ્રવેશ ને લગતા માર્ગદર્શન માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા તેમજ પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ લાભ લેવા સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

Related posts

Leave a Comment