ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦નો કરાયો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨.૦નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખેલ મહાકુંભમાં આજથી તાલુકા કક્ષાની સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી છે.

ખેલ મહાકુંભમાં તાલુકાકક્ષાએ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ચેસ,યોગાસન, રસ્સાખેંચ અને એથ્લેટીકસ રમતમાં જુદા જુદા વયજુથમાં ખેલાડી ભાઇઓ અને બહેનો પોતાનું કૌવત બતાવશે તેમજ ગુજરાતના સૌથી મોટો ઉત્સવ ગણાતા ખેલ મહાકુંભ ૨.૦ ની ગીર સોમનાથ જિલ્લા રમત સ્પર્ધા આયોજનનું કેલેન્ડર આ વર્ષે ખેલ મહાકુંભમાં જિલ્લા માંથી ૧,૩૮૦૦૦/- હજાર જેટલા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયુ છે અને જિલ્લામાં ગત રોજ થી સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી છે.

તદુપરાંત ખેલ મહાકુંભમાં રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે એથ્લેટીકસ, યોગા અને ચેસ જેવી રમતોમાં તાલુકા લેવલે વિજેતા થનાર ખેલાડીને રોકડ પુરસ્કાર આપવામાં આવશે એવુ જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

 

Related posts

Leave a Comment