કચ્છના નખત્રાણા તાલુકામાં પવનચકીઓ/વિજપોલ ના કારણે પક્ષીઓના અવાર નવાર મોત

કચ્છ,

કચ્છમાં મોટા વિજપોલ/પવનચક્કીનો કહેર થી નખત્રાણા ના રોહા પાસે વધુ બે રાષ્ટ્રીય પક્ષીના ભોગ બનતા લોકોમાં રોષ જોવા મળેલ છે. રાષ્ટ્રીય પક્ષીઓ નો મોત યથાવત રહતા રોહા તાલુકો નખત્રાણા માં ફરી 2 રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલ ના સિમેન્સ ગામેશા સૂઝલોન વિંદમીલ ની પવનચકીઓ ની વિજલાઈન વિજપોલ ના કારણે મોત થતાં જિલ્લા કલેક્ટર ને વિજલાઈન વિજપોલ દૂર કરવા તેમજ અંડર ગ્રાઉન્ડ નાખવાનું વિનંતી કરવા છતાં આ ચોર કંપનીઓ ગણકારતી નથી.

વારંવાર ગ્રામજનોએ વિનંતી કરવા છતાં પણ આ વિજલાઈન વીજપોલ દુર કરવામાં આવેલ ન હોવાથી  પ્રમુખ-રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ ના નરેશ મહેશ્વરી એ કહ્યું કે આ વિજલાઈન વિજપોલ દૂર કરવામાં નહીં આવે તો ફરી જિલ્લા કલેક્ટર કચેરી સામે સોમવાર થી અનસન ઉપવાસ પર ઉતરીશું એવું એમણે જિલ્લા કલેક્ટર ને જણાવ્યુ હતું.

રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Related posts

Leave a Comment