આટકોટ કે. ડી.પી હોસ્પીટલમા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના હસ્તે હદય રોગ વિભાગનું લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, જસદણ 

      જસદણ આટકોટ ખાતે કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં જસદણ વિછીંયા વિસ્તારનાં લોકોને ઘર આંગણે સારી મેડિકલ સેવા મળી રહે તે માટે હદય રોગ વિભાગ શરૂ કરવામાં આવી રહ્યુ છે જેનુ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલના હસ્તે કરવામાં આવશે. જેના આયોજનને માટે ગઈ કાલે સાંજે હોસ્પિટલના ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરા દ્વારા જસદણ વીછીંયા વિસ્તારના આગેવાનોની કે ડી પરવાડિયા હોસ્પીટલ ખાતે મીટીંગ મળી હતી. જેમા ડો ભરતભાઈ બોઘરા જણાવેલ કે આગામી તા.7/6/2023 ના રોજ કે ડી પી હોસ્પીટલમા હ્રદયરોગ વિભાગનુ લોકાર્પણ કરવાનું જોય આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તો આ તકે જસદણ વીછીંયા વિસ્તારનાં આગેવાનો કાર્યકરોને મોટી સંખ્યમાં પધારવા આમંત્રણ આપવામાં આવે છે.

 

જસદણ તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment