ઉનાળાની ઋતુને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેરી ફાર્મના ઉત્પાદન સ્થળનું ચેકિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ
              ઉનાળાની ઋતુને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા તથા કે. એમ. રાઠોડ ની ટીમ સાથે સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ દિપક ચકુભાઇ વોરાની માલિક પેઢી યોગેશ્વર ડેરી ફાર્મના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવેલ ચકાસણી દરમિયાન પેઢીના કોલ્ડ રૂમમાં સંગહ કરેલ પતરાના ટીનમાં રહેલ વાસી શિખંડ ૧૫૦ કિ.ગ્રા., પ્લાસ્ટિકની બેગમાં રાખેલ વાસી ફૂગવાળી પરત આવેલ મિક્સ મીઠાઇ ૩૦૦ કિ.ગ્રા. તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલ મીઠાઇ બનાવવા માટેનો વાસી ફૂગવાળો મીઠો માવાનો ૨૦૦ કિ.ગ્રા. જથ્થો જોવા મળતા સદરહુ કુલ મળી ૬૫૦ કિ.ગ્રા. અખાધ્ય જથ્થો માનવ આહાર માટે હાનિકારક હોય તેમજ બજારમાં તેનું વેચાણ ન થાય તે હેતુથી SWM વિભાગની ટીપર વાનમાં ગાર્બેજ સ્ટેશન ખાતે અખાધ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલ. તેમજ સદર જથ્થા માંથી કેશર શિખંડ અને  મેંગો બરફીના  નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ. તથા પેઢીના સંગહ સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.      
• નમુનાની કામગીરી :
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૩ નમૂના લેવામાં આવેલ :
(૧)  કેશર શિખંડ (લુઝ): સ્થળ -યોગેશ્વર ડેરી ફાર્મ, સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ.
(૨)  મેંગો બરફી (લુઝ): સ્થળ -યોગેશ્વર ડેરી ફાર્મ, સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ,    કોઠારીયા રોડ, રાજકોટ.
(૩) ‘BILSHAN PACKAGED DRINKING WATER WITH MINERALS (500 ML  PACKED PET BOTTLE) ‘
સ્થળ -‘બિલશન બેવરેજીસ’, 9-સમ્રાટ ઇન્ડ. એરિયા,  કનેરિયા ઓઇલ મીલ પાસે, એસટી વર્ક શોપ પાછળ, રાજકોટ.

Related posts

Leave a Comment