હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૯/૦૩/૨૦૨૩ નાં રોજ (૧) ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન, રાજકોટ ડેપો, બજરંગ વાડી પોલીસ ચોકી પાસે, જામનગર રોડ, રાજકોટ (૨) ધ કોર્ટ યાર્ડ, જીવરાજ પાર્ક, મવડી, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.
ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન તા.૨૯/૦૩/૨૦૨૩ નાં રોજ (૧) ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન, રાજકોટ ડેપો, બજરંગ વાડી પોલીસ ચોકી પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે પોલીસ, આઇ.ઓ.સી., તથા ૧૦૮ એમ્બ્યુલન્સ ના અંદાજે ૪૫ થી ૫૦ અધિકારી / કર્મચારીઓ (૨) ધ કોર્ટ યાર્ડ, જીવરાજ પાર્ક, મવડી, રાજકોટ ખાતે ૩૦ થી ૩૫ રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના (૧) ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન, રાજકોટ ડેપો, બજરંગ વાડી પોલીસ ચોકી પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે ફાયરમેન રણજીત ભરડા, દિલીપસિંહ, હરેશભાઇ, ભુપતભાઇ, ડ્રાઇવર મેપાભાઇ તથા (૨) ધ કોર્ટ યાર્ડ, જીવરાજ પાર્ક, મવડી, રાજકોટ ખાતે સ્ટેશન ઓફિસર વાય.ડી.જાની, લીડીંગ ફાયરમેન જયેશભાઈ દાણીધારિયા, ફાયરમેન અનિલભાઈ, ધ્રુવભાઈ ડ્રાઈવર ભવદિપભાઈ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.