સ્વચ્છોત્સવ–૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્વ-સહાય જૂથના સભ્યોને સ્વચ્છતાદૂતની તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ–૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્વચ્છતામાં મહિલાઓની સહભાગીતા અને નેતૃત્વને મજબુત કરવા માટે તા.૨૮.૦૩.૨૦૨૩નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાં(DAY-NULM) અંતર્ગત સંકળાયેલ સ્વ-સહાય જૂથના સભ્યોને સ્વચ્છતાદૂત તરીકે જોડાઈ સ્વચ્છતા બાબતે તેમના સમુદાય, મહોલ્લા કે શેરી ફળીયાના લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં કન્સલ્ટન્ટ દિપલભાઈ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી કચરાનો સુદ્રઢ નિકાલ કેવી રીતે કરવો તેમાં સ્વચ્છતાદૂત તરીકે બહેનોની ભૂમિકા વિશે સરળશૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૧૦થી વધુ સ્વ-સહાય જૂથના બહેનોએ સ્વચ્છતાદૂત તરીકે તાલીમ મેળવેલ હતી.

આ તાલીમ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાનાં ડેપ્યુટી મેયર શ્રીમતિ કંચનબેન સિદ્ધપુરા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિનાં ચેરમેન શ્રીમતિ જ્યોત્શનાબેન ટીલાળા, સહાયક કમિશનર એચ.આર.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રીમતિ કંચનબેન સિદ્ધપુરાએ તાલીમાર્થી બહેનોને જણાયું હતું કે, સ્વચ્છતામાં રાજકોટ શહેર આગવું સ્થાન પ્રાપ્ત તે માટે સખી મંડળના બહેનોનું પણ મહત્વનું યોગદાન રહેલું છે ત્યારે ભારત દેશનાં વડાપ્રધાન પણ સ્વચ્છતાનાં આગ્રહી હોય તેમના પ્રયત્નોમાં આપણે સૌ સાથે મળી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા તમામ બહેનોને વિનંતી કરેલ હતી.

શિશુકલ્યાણ અને ખાસગ્રાન્ટ સમિતિનાં ચેરમેન શ્રીમતિ જ્યોત્શનાબેન ટીલાળાએ પણ જણાવ્યું હતું કે, જે દેશની પ્રગતિનો મુખ્ય આધાર સ્ત્રીઓ છે અને દેશને સ્વચ્છ બનાવવા આપણે દરેક બહેનોએ પોતાના ઘરેથીજ શરૂઆત કરવી પડશે.

કાર્યક્રમની શરૂઆતમાં સહાયક કમિશનર એચ.આર.પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સત્કાર કરવામાં આવેલ સાથોસાથ કાર્યક્રમની સવિસ્તાર રૂપરેખા તેમજ સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પ્રોજેક્ટ ઓફિસર અને તેમની ટીમ ખુબ મહત્વની કામગીરી કરી રહી છે. સાથોસાથ માનવીય અભિગમ સાથેની શહેરી ગરીબોની વિવિધ યોજનાકીય કામગીરી માટે પ્રોજેક્ટ ટીમ અભિનંદનને પાત્ર છે. કાર્યક્રમનાં અંતમાં પ્રોજેક્ટ ઓફિસર કાશ્મિરા વાઢેર દ્વારા ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓને સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ શાખાનાં સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર દિપ્તીબેન આગરીયા દ્વારા કરવામાં આવેલ હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ઓફિસર કાશ્મિરા વાઢેરનાં માર્ગદર્શનમાં સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરઓ, NULM મેનેજરશ્રીઓ તથા સમાજ સંગઠકોએ જહેમત ઉઠાવેલ હતી સાથોસાથ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં નાયબ પર્યાવરણ ઈજનેર વી.એમ.જીંજાળા તથા તેમની ટીમનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.

Related posts

Leave a Comment