સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી ભાવનગર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર        

        સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૨ સુધી દર વર્ષે ચોમાસા પહેલા વરસાદી પાણીનો સંગ્રહ શક્તિ વધારવા માટે માર્ચ/એપ્રિલ થી મે/જૂન દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે આ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા ઉતારવા, ચેક ડેમોનું ડિસિલ્ટીંગ, હયાત જળાશય નદી ડિસિલ્ટીંગ, હયાત નુકસાની વાળા ચેકડેમ રીપેરીંગ, નહેરો કાંસની સાફ-સફાઈ, મરામત, ખેત તલાવડી માટીપાળા ની સાફ-સફાઈ વગેરેની કામગીરીનો સમાવેશ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત ખોદાણ કામમાંથી મળતી માટી આસપાસના ખેડૂતોના ખેતરમાં કે જાહેર કામમાં કોઈપણ પ્રકારની રોયલ્ટી ચૂકવ્યા વિના વપરાશ કરવા માટે આપવામાં આવે છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષોમાં જળ સંપત્તિ, વન વિભાગ, મનરેગા, વોટરશેડ વગેરે લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવેલી છે. ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૮ માં ૩૫.૮૧ કરોડ લિટર, ૨૦૧૯ માં ૧૭૭.૭૬ કરોડ લિટર, ૨૦૨૦ માં ૯૪.૨૧ કરોડ લિટર, ૨૦૨૧ માં ૧૭૧.૫૯ કરોડ લિટર અને ૨૦૨૨ માં ૨૧૬.૬૯ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત મનરેગા વિભાગ દ્વારા કામોનું સુચાર ઉપર આયોજન કરાતા ગ્રામ્ય વિસ્તારમાં મજૂરોને રોજગારી પૂરી પાડવાની સાથો સાથ જળસંચયની પણ અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવે છે. જળસંચયની કામગીરી કરવાથી આડકતરી રીતે નદીની નહેરો સાફ થાય છે આ ઉપરાંત ગામનું પાણી ગામમાં જ રહે તેવા આશ્રય સાથે પાણીનો સંગ્રહ થતો હોય કુવામાં પાણીના તળ ઊંચા આવવામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે જનભાગીદારી થકી યોજાયેલા આ અભિયાનમાં છેલ્લાં ૪ વર્ષમાં રાજ્યભરમાં જળસંગ્રહ માટેનાં અનેક કામો પૂર્ણ થયાં છે. ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અંતર્ગત વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન ભાવનગર જિલ્લાએ પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે

પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક આર. એમ. ભાલીયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત વધુમાં વધુ પૂરા કામો કરવાનું લક્ષ્યાંક છે તેમજ કલેકટર ડી.કે.પારેખ અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ઝુંબેશ રૂપે જિલ્લામાં કરવામાં આવશે જે અંતર્ગત ૧૫૦ થી વધુ ચેકડેમોનું મરામત કરવાનું પણ આયોજન છે. જેનો રોડમેપ કલેક્ટર ની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા પહેલા વરસાદી પાણીના સંગ્રહ શક્તિ માં વધારો કરવા ઝુંબેશ હેઠળ તંત્ર કાર્ય કરી રહ્યું છે. જેમાં વર્ષ દરમ્યાન ૮૩૭ થી વધુ કામો કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં વહી જતા વરસાદી પાણીના તથા ભૂગર્ભ જળના જળ સંચય માટે ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે – ૨૦૨૩ સુધી ‘સુજલામ સુફલામ્ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.

ભાવનગર બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી 

Related posts

Leave a Comment