બાલસેના 20 વર્ષ નિમિત્તે વાર્ષિકોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

શૈશવ સંસ્થા ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી તકવંચિત બાળકો સાથે કાર્ય કરી રહી છે. સંસ્થામાં બાળકનું સંગઠન એટલે બાલસેના. શૈશવ પ્રેરિત બાલસેના છેલ્લા 20 વર્ષોથી બાળકો સાથે કાર્યરત છે. હાલ ભાવનગરના 21 વિસ્તારો અને 16 શાળાઓમાં કાર્ય કરતી બાલસેનાના 20માં વાર્ષિકોત્સવની ઉજવણી શામળદાસ આર્ટસ કોલેજ ખાતે 25મી ડીસેમ્બર, રવિવારના રોજ કરવામાં આવી. જેમાં 1000 જેટલા બાળકો સહભાગિ બન્યા.

      બાળકોની રેલી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ રેલીમાં મહેમાન તરીકે અરવિંદ ત્રિવેદીએ પ્રેરક હાજરી આપી હતી. ત્યારબાદ બાળકો માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમ જ બાલસેનામાં 20 વર્ષોમાં જોડાયેલા બાળકો દ્વારા પોતાના વિચારોને વ્યક્ત કરતી હ્યુમન લાઈબ્રેરીની પ્રવૃત્તિ કરાવવામાં આવવી હતી. કાર્યક્રમના સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલની અમુલ્ય હાજરી રહી હતી. મહેમાન દ્વારા બાળકોને પ્રેરણા પૂરી પાડવામાં આવી. ટૂંકમાં તેમણે જણાવ્યું કે, ‘ એક ભાઈ તરીકે બાલસેનામાં મારી કોઈપણ જરૂર હોય તો જણાવશો’. તેમજ બાલસેનાનું રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરેલા બાળકો, કાર્યકર તરીકે સંસ્થામાં જોડાયેલા બાળકોને મોમેન્ટો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

સમગ્ર કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ અને તેમની ભાગીદારી નોંધપાત્ર હતી.

Related posts

Leave a Comment