ડબલ ફોર્ટિફાઇડ મીઠુ અને ફોર્ટિફાઇડ ચોખા અંગેની મહિલા શિબિર

હિન્દ ન્યુઝ, કાલાવડ 

કાલાવડ તાલુકાના નિકાવા ગામે “ન્યુટ્રીશન ઇન્ટરનેસનલ, ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને ICDS વિભાગના સયુંકત ઉપક્રમે ડિવિઝનલ કોર્ડીનેટર વિપુલભાઈ ઠાકર દ્વારા ડબલ ફોર્ટિફાઇડ મીઠુ અને ફોર્ટિફાઇડ ચોખા વિશે એક સેન્સિટાઇઝેશન મિટિંગ રાખવામાં આવી હતી.

આ મિટિંગમાં સગર્ભાઓ, ધાત્રી, કિશોરીઓ, મહિલા શદસ્ય કાજલબેન બારોટ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ, હેલ્થ સુપરવાઈઝર, આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર માં વિડિઓ, ડેમોસ્ટ્રેશન તેમજ આયોડીન આર્યન તપાસવાની કીટ વગેરે દ્વારા ખુબજ મહત્વની માહિતી આપવામાં આવી. ફોર્ટિફાઇડ ચોખા અને મીઠાના લાભો, ઉપયોગ, જાળવણી, વિટામિન્સ વગેરે વિશે ખુબ જ ઊંડાણ પૂર્વકે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તકે કાલાવડ CDPO, આંગણવાડી વર્કરો અને હેલ્પર બહેનો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા ખુબજ સારું આયોજન કરવામાં આવ્યું તેમજ સહકાર પણ આપવામાં આવ્યો. આ શિબિરમા હાજર રહેલ મહિલાઓએ ખુબ જ ધ્યાનપૂર્વક આ શિબિર અટેન્ડ કરી અને ખુબ જ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો.

રિપોર્ટર : યાસીન દોઢિયા, નિકાવા

Related posts

Leave a Comment