હિન્દ ન્યુઝ, બોટાદ
દેશનાં લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિતે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સાદગીપૂર્ણ રીતે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી ખાતે સર્જાયેલી પુલ દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનીટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બોટાદના પ્રાંત અધિકારી દીપકભાઈ સતાણી તેમજ ડીવાયએસપી મહર્ષિ રાવલએ ફલેગ ઓફ આપી “રન ફોર યુનિટી”નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, રમતવીરો, યોગશિક્ષકો, વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો અને શહેરીજનો જોડાયા હતા. આ પ્રસંગે બોટાદ મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ