તાલાલા અને કોડીનાર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વિશે યોજાઈ ખેડૂત શિબિર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલેંસ ફોર મેંગો તાલાલા તથા કૃષિ વિજ્ઞાન કેન્ડ્ર કોડીનાર ખાતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયતી પ્રાકૃતિક ખેતી તથા બાગાયતી પાકોમાં જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરના ઉપયોગ માટેની ટેકનોલોજીથી સજ્જ એવી ડ્રોનની ખેતીમાં ઉપયોગ અંગે તથા આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી તથા તેનું મુલ્યવર્ધન અંગે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં બાગાયત વિભાગ, ખેતીવાડી વિભાગ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ખેડૂતોપયોગી માહિતીસભર માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જેમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ખેડૂત શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને બાગાયતી ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

Related posts

Leave a Comment