જૂનાગઢ જિલ્લાના બાકી રહેલ ૪૩૩૦૦ ખેડૂતોએ પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે e-KYC કરાવવું અનિવાર્ય

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે જૂનાગઢ, ૧૯ ડિસેમ્બર, ૨૦૨૨ (સોમવાર) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં ખેતિની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠલ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત e-KYC કરાવવાનું હોય છે. e-KYC કરાવેલ નહિ હોય તો જૂનાગઢ જિલ્લાના ૪૩૩૦૦ ખેડૂતોને હવે પછીનો રૂ.૨૦૦૦નો હપ્તો ચૂકવવામાં નહી આવે. જેથી ખેડૂત લાભાર્થીઓ હવે પછીના હપ્તાની રકમ મેળવવા માટે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર, CSC સેન્ટર, પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તેમજ ખેડૂતો પી.એમ. કિસાન પોર્ટલ http://pmkisan.gov.in પર જાતે ફાર્મર કોર્નર KYC મેનુમાં જઈ જાતે e-KYC કરી શકાશે. e-KYC કરવાનું ફરજિયાત હોઈ, જેથી જૂનાગઢ જિલ્લાના પી.એમ. કિસાન યોજનાના e-KYC કરાવવાની બાકી રહેલ ૪૩૩૦૦ ખેડૂતોને વહેલી તકે ફરજિયાત e-KYC કરવા માટે જિલ્લા ખેતિવાડી અધિકારી, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment