હિન્દ ન્યુઝ, ગુજરાત
ગુજરાતના રાજ્યપા આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ યોગેશભાઈ નારણદાસ પટેલને વિધાનસભાના સભ્ય તરીકે ઈશ્વરના નામે સોગંદ લેવડાવ્યા હતા. રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ મનોજ અગ્રવાલ, સચિવ કે. એમ. લાલા તેમજ સી. જે. ગોઠી ઉપરાંત ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.