હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
તા.08/11/2022 મંગળવારના ચંદ્રગ્રહણને લઇ, સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન – આરતીના તથા દર્શનના સમયમાં ફેરફાર.
તા.08 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજન,આરતી ગ્રહણ દરમીયાન બંધ રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણ મોક્ષ બાદ પૂજા-આરતી થશે.
ગ્રહણ દરમીયાન તારીખ-08/11/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 08/11/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાયં આરતી 7-45 કલાકે કરવામાં આવશે. ગ્રહણના રોજ શ્રી સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00 થી રાત્રે 01-00 સુધીનો રહેશે. સોમનાથ મંદિર ખાતે પ્રથમ પ્રહરની મહાપૂજા રાત્રે 10-45 વાગ્યે, તથા મહા આરતી રાત્રે 12-00 વાગ્યે કરવામાં આવશે.
ગ્રહણ વિગત | ||
ગ્રહણ માહિતી | તારીખ | સમય |
વેધ પ્રારંભ | 08/11/2022 | સવારે 5-39 |
ગ્રહણ સ્પર્શ | “” “” | બપોરે 2-21 |
ગ્રહણ મધ્ય | “” “” | સાંજે 4-11 |
ગ્રહણ મોક્ષ | “” “” | સાંજે 6-11 |