હિન્દ ન્યૂઝ, ભુજ
વિધાનસભા સામાન્ય ચૂંટણી તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને ૦૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા. ૦૫/૧૧/૨૦૨૨ થી તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૩:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અંજારને, પ્રાંત કચેરી, મધ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, અંજાર તાલુકાને પ્રાંત કચેરી, મઘ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર)ના રોજ ૧૧-૦૦ વાગ્યે પ્રાંત કચેરી, મધ્યસ્થ સેવા સદન, આદિપુર રોડ, અંજાર ખાતે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્રો તા.૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર) ના રોજ બપોરના ૩.૦૦ વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. જરૂરીયાત ઉપસ્થિત થયે મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારના ૮-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાન કરાવવામાં આવશે તેવું ચુંટણી અધિકારી, ૪-અંજાર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી મેહુલ દેસાઈની અખબારીયાદીમાં જણાવાયું છે.