મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની મધરાત્રે ધરપકડ

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણા ની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની ગાંધીનગર સ્થિત તેમના બંગલે થી ધરપકડ કરવામાં આવી છે . પ્રાથમિક વિગતો અનુશાર દૂધસાગર ડેરીમાં રૂપિયા ૩૨૦ કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરી ની મધરાત્રે ધરપકડ કરવામાં આવી હતી.વિગતો મુજબ તપાસ દરમ્યાન અનેક ગોટાળાઓ સામે આવ્યા છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ના મુશ્કેલી મા ફરી એકવાર વધારો થયો છે.ગઈકાલે મોડી રાત્રે તેમના નિવાસ સ્થાને થી તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિગતો મુજબ વિપુલ ચૌધરી સામે સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી.ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાંકીય ગેરરીતિ આચરતા મામલે પોલીસે વિપુલ ચૌધરી ની મધરાત્રે ધરપકડ કરી છે.

        સૂત્રોએ જણાવ્યું હતું કે વિપુલ ચૌધરી પર ૧૭ બોગસ કંપનીઓ બનાવી રૂપિયા ૩૨૦ કરોડ ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ આરોપ લાગ્યો છે.આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે .ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CA ની ધરપકડ કરાઈ છે.જોકે વિપુલ ચૌધરી ના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment