હિન્દ ન્યુઝ, ભાવનગર
જીવનમાં દરેક માણસનું ઉચ્ચ અભ્યાસ કરીને કંઇ ને કંઇ બનવાનું ધ્યેકય હોય છે, નાનપણથી જ દિલ અને દિમાગમાં કોઇ સપનું સજાવેલુ હોય છે. આ સપના ત્યા રે જ સાકાર થાય છે જ્યારે બાળપણથી જ બાળકનું સારા સંસ્કાારો અને શિક્ષણ સાથે ઘડતર થયું હોય, પુરતી મહેનત કરવામાં આવી હોય તે સાથે કોઇની હૂંફ, માર્ગદર્શન અને યોગ્ય સમયે મદદ મળે. આપણે વાત કરવી છે એવા તેજસ્વી તારલાની કે જેમણે રાજ્ય સરકારની આર્થિક મદદથી વિદેશમાં તબીબી અભ્યાસ કરવાના અરમાનો પુરા કર્યા છે.
ભાવનગરના ખેડુત દુદાભાઈ સામજીભાઈ ચૌહાણના પુત્ર આકાશ ચૌહાણને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી માતા-પિતાનું સપનું પુરૂ કરવું હતું. ધ્યેયને સિધ્ધ કરવા સાહસની પણ જરૂર પડતી હોય છે. દુદાભાઈ ચૌહાણ ખેડુત હોવા છતાં તેમણે તેના બાળકને સારું શિક્ષણ મળી રહે એવી ઈચ્છા હતી. તેમણે તેમના સૌથી મોટા પુત્ર આકાશને ડોક્ટર બનાવવાની અદમ્ય ઇચ્છા હતી. આથી આકાશે ફિલિપાઈન્સમાં બી.એસ. (સાયકોલોજી) એમ. ડી. પ્રવેશ માટે અરજી કરી અને તેમાં એડમિશન પણ મળી ગયું સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં તપાસ કરી ત્યાંથી તેમને જાણકારી મળી કે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રાજય સરકારશ્રી દ્વારા સાવ નજીવા વ્યામજના દરે રૂ. ૧૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. આકાશે પણ આ લોન માટે અરજી કરતાં તેઓને માત્ર ૪ ટકાના સાદા વ્યાપજદરની રૂ. ૧૫ લાખની લોન મળતાં હાલ તેઓ હાલ ફિલિપાઈન્સની એ.એમ.એ. સ્કુલ ઓફ મેડિસિનમાં બી.એસ. (સાયકોલોજી) એમ. ડી. માં અભ્યાકસ કરી રહ્યો છે.
આકાશના પિતા દુદાભાઈ ચૌહાણએ ખુશી સાથે જણાવ્યું કે, મારો દીકરો ફિલિપાઈન્સ અભ્યાસ માટે ગયો છે. સરકારશ્રી તરફથી વિદેશ અભ્યાસની યોજના હેઠળનો લાભ મળતા આકાશને ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકર થયું છે. સરકારે અમારા સપના પૂર્ણ કર્યા એટલે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખની લોન આપવામાં આવે છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને વંચિતોના વિકાસ માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. રાજ્ય સરકારની આ આર્થિક મદદથી વિદ્યાર્થીઓએ વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ પુરો કરી સફળતાની કેડી કંડારી છે. રાજયમાં આવા તો સંખ્યાાબંધ વિદ્યાર્થીઓએ રાજય સરકારની મદદથી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કર્યું છે.