સી એસ આર યોજના હેઠળ દિવ્યાંગજન માટે સહાયક ઉપકરણો નુ નિ:શુલ્ક​ વિતરણ સમારોહ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ – કંડલા

હિન્દ ન્યૂઝ, ભુજ

02 એપ્રિલ 2022 ના રોજ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ- કંડલા, ના સી એસ આર યોજના હેઠળ, નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉ ખાતે દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિ:શુલ્ક​ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ કચ્છ જિલ્લાના 85 દિવ્યાંગજનોની ઓળખ કરવામાં આવી હતી અને આજે 02.04.2022ના રોજ રૂ.25 લાખ ની લાગત કિંમતની 201 સહાયક ઉપકરણો નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આજના એસેસરીઝ વિતરણ સમારોહના મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ ચાવડા, માનનીય સાંસદ-કચ્છ-મોરબી, વિરેન્દ્રસિંહ જાડેજા, માનનીય ધારાસભ્ય- માંડવી-મુન્દ્રા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ, શ્રીમતી કલાવંતી બેન, પ્રમુખ-ભચાઉ નગરપાલિકા, ચિન્મય ઘોષ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઇ ઓ સી પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન, અને ઉચ્ચ અધિકારીઓ તથા જીતેન્દ્ર જેશી પ્રમુખ- શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય, અને શહેરના અન્ય મહાનુભાવો અને સામાજિક કાર્યકરોની હાજરીમાં પૂર્ણ થયું હતું. વિકલાંગ વ્યક્તિઓની ઓળખ/નોંધણી માટે, એલિમકો કંપની દ્વારા 10મી અને 11મી ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉ ગુજરાત ખાતે જિલ્લા વહીવટી તંત્ર કચ્છ ગુજરાત અને શ્રી નવજીવન સેવાશ્રયના સહયોગથી એક પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આજના વિતરણ શિબિરમાં, અલિમ્કો કંપની દ્વારા ઉત્પાદિત વિવિધ કેટેગરીના સહાયક ઉપકરણોનું પૂર્વ-ઓળખિત વિકલાંગ વ્યક્તિઓને વિતરણ કરવામાં આવ્યું હતું, વિકલાંગ વ્યક્તિઓને વિતરણ કરાયેલ સાધનોમાં- મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ 39, ટ્રાઇસિકલ 15, વ્હીલચેર 19, સ્માર્ટ કેન 04, લાકડી 09, એડીએલ કીટ 01, સેલ ફોન 01, ક્રૉચ 92, કોણી ક્રચ 14, શ્રવણ સહાયક 02, એમ એસ આઇ ઇ ડી કિટ 03, સ્માર્ટ ફોન 02 નો સમ​વેશ થાય છે.

Related posts

Leave a Comment