જસદણમાં રામનવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ આગામી 10 એપ્રિલ ના રોજ ભગવાન શ્રી રામના જન્મોસત્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સોભાયાત્રાના ને લઈને આજે રામનવમી ઉસ્તવ સમિતિ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રામનવમીના આયોજનને લઈને આજે હિન્દૂ સંગઠની એક બેઠક યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના અગ્રણીહો હાજર રહ્યા હતા કોરોનાના બે વર્ષ બાદ રામનવમીની શોભાયાત્રા યોજય રહી છે ત્યારે રામનવમી ધામધૂમથી ઉજવાય તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોભાયાત્રા લઈને જસદણ શહેરમા ધજા પતાકા લગાવીને શહેરની બજારોને શણગારવામાં આવી છે આ બેઠકમાં શોભાયાત્રા ના રૂટ તેમજ આયોજન બાબતે બેઠક મળેલ જેમાં શોભાયાત્રા સાવરે 8:30 વાગે ગાયત્રી મંદિર થી પ્રાસ્થાન કરશે અને મેઈન બજારમાં થઈ વાજસુપરા રોકડીયા હનુમાન પહોંચી ત્યાં શોભાયાત્રા પુરી કરવામાં આવશે આ શોભાયાત્રામાં અનેક સાધુ સંતો હાજર રહેશે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment