હિન્દ ન્યુઝ, રાધનપુર
રાધનપુર ના જવાહરનગર ના રાણા સમાજ ના ખેડૂત ની પ્રથમ દીકરી BSF મા નોકરી મળતા ગામ લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. જીજ્ઞાબેન ભીલ ૯ માસ ની પંજાબ માં ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન પરત ફરતા ગામ લોકો માં હર્ષ ની લાગણી પ્રસરતી જોવા મળી હતી. પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના એક ગરીબ પરિવાર ખેડૂતની દીકરી બીએસએફ માં લાગતા આ ફોજી દીકરી નું ભવ્ય સ્વાગત ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું સાથે રામજીભાઈ ચહેરાજી ભીલ જમ્મૂ કાશ્મીર ખાતે નવ માસ ની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ ની ભારતીય નારી અબળા નહિ, શસક્ત છે. જે દરેક પરસ્થિતિમાં લડવાનું પણ જાણે છે દેશ માટે કઈક કરી બતાવવાની ભાવના છે એ આજે આ દીકરી માં જોવા મળ્યું. આજે મહિલાઓ એ સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ અને પુનઃ નિર્માણ ની બાગડોર પોતાના હાથ થી પકડી છે. સમાજ અને રાષ્ટ્ર ના પ્રત્યેક નાગરિક નું એ કર્તવ્ય છે. મહિલાઓ ના ઉત્થાન માં પોતાનું દરેક શક્ય યોગદાન આપે, તો અને તોજ ભારત સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ ની એક નવી ગાથા લખી શકાય એવો હકીકત કિસ્સો નાનકડા ગામ માં એક ખેડૂત પરિવાર ની દીકરી કે જે દેશ સેવા કરવાની ફરજ પર જતા ઉદાહરણ રૂપ જોવા મળે છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર