સરહદ, પ્રવાસન અને કોમર્શિયલ વિસ્તારોમાં સંચાર સંપર્ક સુદ્ઢ બનાવવા બેઠક યોજાઇ

વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાનેથી જરૂરી ટેલિકોમ કનેકટીવીટી માટે અગ્રતા આપવા અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભુજ

           વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે સરહદ, પ્રવાસન અને કોર્મિશયલ વિસ્તારોમાં સંચાર સંપર્ક સુદ્ઢ બનાવવા ટેલિકોમ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કચ્છના વિશાળ વિસ્તારમાં ટેલિકોમ કનેકટીવીટી સુદ્ઢ કરવા માટે કલેકટર પ્રવિણા ડી.કે. સાથે અધ્યક્ષાએ જિલ્લાના સરહદી વિસ્તારોના ગામો, પ્રવાસન સ્થળો જેવાં કે ધોરડો, નારાયણ સરોવરથી સફેદરણ, ધોળાવીરા, વીઘાકોટ સરહદ, જખૌ પોર્ટ, અબડાસા અને લખપત તાલુકો, રાપર, ભચાઉ તેમજ ગાંધીધામ, અંજાર જેવાં કોમર્શિયલ વિસ્તારોમાં લો નેટવર્ક અને નેટવર્ક કનેકટીવીટી સહિતની ચર્ચા સબંધિતો સાથે કરવામાં આવી હતી. ટેલિકોમ વિભાગ ગુજરાતના ઉપ મહાનિર્દેશક આશિષ ઠાકરે આ તકે જિલ્લાનાં ROW પોલિસી તેમજ કનેકટીવીટી એરિયા બાબતે જાણકારી આપી હતી. જિલ્લાના ૭૯ ગામો કનેકટીવીટી નથી તો ૧૨૯ ગામોમાં ડાટા નથી.

આ સાથે ૨૦૧૧ની સેન્સસ મુજબ જિલ્લાની ડાટાની વિગતો જણાવી હતી તેમજ અધ્યક્ષા અને કલેકટર સાથે ચર્ચા કરી તેઓએ સબંધિતોને કરવાની થતી કાર્યવાહી બાબતે સૂચિત કર્યા હતા. પ્રવાસન સ્થળો, સરહદી વિસ્તારના ગામો અને કોમર્શિયલ વિસ્તારોમાં જરૂરી ટેલિકોમ કનેકટીવીટી માટે અગ્રતા આપવા અધ્યક્ષા ડો.નીમાબેને અનુરોધ કર્યો હતો. કલેકટરએ જિલ્લાના ગ્રામ્ય, પ્રવાસન સ્થળો જયાં કનેકટીવીટીની તકલીફ હોય તે અંગે પણ ચર્ચા કરી હતી. તેમજ પ્રવાસન સ્થળોમાં વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિતોએ નેટવર્કના સામાન્ય કારણો જેવાંકે કેટલાંક ગામડાંઓમાં સંપૂર્ણ કવરેજ નથી જેમકે સરહદના ૭૯ ગામોમાંથી ૧૦ ગામોમાં બિલ્કુલ કવરેજ નથી, પર્વતીય વિસ્તાર, ભચાઉ અને ભુજ તાલુકામાં કોલ ડ્રોપ અને લો ફિકન્સીના પ્રશ્નો, લખપત વિસ્તારનાં કેટલાકં સ્થળોએ ઓછું નેટવર્ક મળે છે. લખપત અને નખત્રાણા તાલુકાના નેટ કનેકટીવીટીના પ્રશ્નો, જખૌ બંદરની આસપાસના વિસ્તારોના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયના ઉપરી પ્રતિનિધિઓ જયેશ રાવલ અને અર્જુન ટોલિયા ખાસ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત ટેલિકોમ વિભાગના સહાયક મહાનિર્દેશક વિક્રમ ચાવડા, બી.એસ.એફ. ભુજ ડીઆઇજી એસ.કે.શ્રીવાસ્તવ, બીએસએનએલ ભુજના જનરલ મેનેજર આર.પી. મારવાડા, એજીએમ વાય.એચ.ગોસ્વામી તેમજ બીએસએનએલ, જીયો, એરટેલ, વોડાફોનના પ્રતિનિધિઓ, મામલતદાર નિરવ બ્રહમભટૃ તેમજ નાયબ મામલતદાર મહાવીરસિંહ તેમજ જીસ્વાનના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment