ગીર-સોમનાથ જિલ્લામાં દ્વિ-ચક્રીય, ફોર વ્હીલ અને માલવાહક વાહનો માટે ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવાની તક

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સીરીઝ જીજે-૩૨-વી ના તમામ નંબરો તેમજ દ્વિ-ચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-આર, જીજે-૩૨-ક્યૂ, જીજે-૩૨-એચ, જીજે-૩૨-જે, જીજે-૩૨-એલ, જીજે-૩૨-એમ, જીજે-૩૨-એન, જીજે-૩૨-પી અને ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે, જીજે-૩૨-બી ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૧/૦૨/૨૦૨૨ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.

તા. ૧૫-૦૨-૨૦૨૨ થી ૧૭-૦૨-૨૦૨૨ સુધીમાં ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૨-૨૦૨૨ અને ૧૯-૦૨-૨૦૨૨ ના રોજ ઓક્સનનુ બિડિંગ ઓપન થશે અને તા.૨૧-૦૨-૨૦૨૨ નાં રોજ ખોલવામાં આવશે. તેમજ જે વાહન માલીક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દીવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે. મુદત વિત્યા બાદ મળેલી અરજીઓ રદ કરવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment