હિન્દ ન્યૂઝ,
કડી તાલુકાના વામજ ગામના ગણપતજી ભીખાજી ઠાકોરની દીકરી સ્વ.સુહાગ ની યાદગીરી માટે બનાવેલું મિસ યુ સુહાગ વોટ્સએપ નું શૈક્ષણિક ગ્રૂપ એક પરિવાર બની ગયો છે. આ ગ્રુપમાં ગુજરાત માંથી અલગ અલગ જિલ્લામાંથી ભાઈઓ અને બહેનો જોડાયેલા છે. એક બીજાની ઓળખાણ પણ આ ગ્રુપ દ્વારા જ થઈ છે.
આ ગ્રુપના સભ્યો દ્વારા ફાળો એકત્રિત કરી સુહાગબેનની ત્રીજી પુણ્યતિથિએ સેવાના કાર્યરૂપી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ગામમાં પક્ષીઓ માટે ચબુતરો બનાવી સુહાગબેનની પુણ્યતિથિ નિમિત્તે તેને ખુલ્લો મુકવામાં આવેલ છે. આ મિસ યુ સુહાગ ગ્રુપ દ્વારા આગળ જતા જે શિક્ષણને લગતી NGO ની સંસ્થા પણ બનાવવા માટેનો ગ્રુપનો વિચાર છે. આ સેવાકીય કાર્યના પ્રસંગે ગામના વડીલો તેમજ આજુબાજુના ગામોમાંથી તથા મીસ યુ સુહાગ ગ્રુપના સભ્યો પણ હાજર રહ્યા હતા. ચબુતરા નું લોકાર્પણ સ્વ.સુહાગબેન ની નાની બેન પ્રિયંકાબેન ના હાથે કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર