અમદાવાદ શહેરની AMTS અને BRTS બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ ને મફત મુસાફરી નો લાભ આપવામાં આવે : ગુણવંત સરવૈયા

હિન્દ ન્યુઝ, અમદાવાદ

AMTS તેમજ BRTS બસમાં અલગ-અલગ પ્રકારના કન્સેસન આપવામાં આવે છે પરંતુ હવેથી ૪૦% થી તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓ ને મફત મુસાફરી નો લાભ આપવો જોઈએ

અમદાવાદ શહેરની AMTS બસ અને BRTS બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારના કન્સેશન આપવામાં આવે છે પરંતુ હવે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને અમદાવાદ બી.આર.ટી.એસ. બસ અને એ.એમ.ટી.એસ. બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ મફત મુસાફરી નો લાભ લઈ શકે તેવી ગુણવંત સરવૈયા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અમદાવાદના મેયર પાસે માંગણી કરવામાં આવી છે.

     અમદાવાદ શહેરની એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ. બસ ખૂબ જ સારી સુવિધાઓ પુરી પાડી રહી છે. આ સુવિધાના ભાગરૂપે દિવ્યાંગ વ્યક્તિઓ પણ કામ ધંધાને અર્થે અથવા નોકરી માટે અથવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભણવાને અર્થે એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ. બસ નો મુસાફરીનો સહારો લેતા હોય છે. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ ને ૪૦ ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓને મફત મુસાફરી નો લાભ આપવામાં આવે તો દિવ્યાંગ વ્યક્તિઓ ને આર્થિક લાભ થઈ શકે તેમ છે આ બાબતે રજૂઆત કરતાં ગુણવંત સરવૈયા ને અમારા પ્રતિનિધિ દ્વારા પૂછવામાં આવ્યું કે જો આપની રજૂઆત પૂરી નહીં થાય તો આપ શું પગલાં લેશો ત્યારે ગુણવંત સરવૈયા એ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર સંવેદનશીલ સરકાર છે. મને સંપૂર્ણ ભરોસો છે કે દિવ્યાંગજનોના હિતાર્થે ચોક્કસથી મારી માંગણી પૂર્ણ થશે. તાજેતરમાં મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી બસમાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને સુરત સીટી બસમાં મફત મુસાફરી કરી શકે તે બાબતને અમલમાં મુકવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અમલમાં લાવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિવ્યાંગોના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓને અમલમાં લાવ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવ્યાંગોના હિત માટે એ.એમ.ટી.એસ. અને બી.આર.ટી.એસ. બસમાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિ ને બસમાં મફત મુસાફરી નો નિર્ણય અમલમાં લાવશે કે કેમ તે અંગે જોવાનું રહ્યું.

Related posts

Leave a Comment