ગોંડલની ગુન્હાખોરી PMO સુધી પહોંચી……..

ગોંડલ માં હનીટ્રેપ નો કારસો રચી બ્રાહ્મણ નું મકાન પચાવી પાડનાર છ શખ્સો વિરુદ્ધ ની ફરિયાદ ગોંડલ સીટી.પો.સ્ટે.માં કરેલી તે ફરિયાદ માં ફરિયાદી ની ફરિયાદ નહીં લેવાતા તેની ફરિયાદ ઠેઠ PMO સુધી પહોંચી છે

હિન્દ ન્યુઝ, ગોંડલ

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભોજરાજપરા નાં અંબીકાનગર માં રહેતા બ્રાહ્મણ સ્વ.હરસુખલાલ પંડ્યા સાથે પહેલા લોકડાઉન સમયે હનીટ્રેપ જેવો કારશો રચી તેના મકાનનો દસ્તાવેજ કરાવી લઈ સર-સામાન સાથે મકાન પચાવી પાડનાર મોટા દડવા ગામનાં નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી અને તેમાં સામેલ કુલ ૬(છ) શખ્સો વિરુદ્ધ ગોંડલ સીટી પો.સ્ટે.માં હરસુખલાલ પંડ્યા નાં પુત્ર કપિલભાઈ પંડ્યા એ અરજી કરી જીલ્લા પો.વડા બલરામ મીણા ને રૂબરૂ મળી સઘણી હકીકત જણાવેલ જે અનુસંધાને જીલ્લા પો.વડાનાં હુકમથી ગોંડલ સીટી પો.સ્ટે.નાં જવાબદાર અધિકારી એ જેમને તપાસ સોંપેલ તે તપાસ દરમ્યાન તપાસ કરનારા એ નયનપરી અને તેના મળતીયાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા નાં બદલે સમાધાન નો રસ્તો અપનાવેલો તે સમાધાન મુજબ નયનપરી એ મકાનનો કબ્જો સોંપવાનો હોય અને નયનપરી એ પચાવી પાડેલ મકાન ઉપર લોન લઈ લીધેલ હોવાથી તે બાબતે જે રીતે સમાધાન પો.સ્ટે.માં પોલીસે કરાવેલુ પરંતુ નયનપરી તે સમાધાન મુજબ મકાનનો કબ્જો અને અન્ય કાંઈ સહકાર આપતો નહીં હોવાથી જવાબદારો સામે યોગ્ય પગલાં લઈ મકાન અને સર-સામાન પરત અપાવવા ની ફરિયાદ કપીલભાઈ પંડ્યા એ એસ.પી., આઈ.જી, રાજકોટ કલેક્ટર, રાજ્ય પોલીસ વડા, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરીયા તેમજ PMO સુધી કરી તેની નકલ દરેક પ્રીન્ટ, ઇલેટ્રીક અને સોશ્યલ મીડિયા ને મોકલવામાં આવેલ છે.

રિપોર્ટર : આશિસ ગોંડલ, જામનગર 

Related posts

Leave a Comment