લોકશાહી ની કલમેના તંત્રી અરુણભાઈ જેબરની સાહિત્યક્ષેત્રની પ્રવૃત્તિને બિરદાવી બૃહસ્પતિ કાવ્યધારા ભુજ (કચ્છ) તરફથી શિલ્ડ અર્પણ

હિન્દ ન્યુઝ, વેરાવળ 

બૃહસ્પતિ કાવ્યધારા ભુજ (કચ્છ) તરફથી બૃહસ્પતિ જોશીની તારીખ ૧૪/૦૭/૨૦૨૧ ના રોજ બીજી પુણ્યતિથિ નિમિતે અમારી સાહિત્ય ક્ષેત્રે યોગદાનની પ્રવૃત્તિને બિરદાવીને આનંદની લાગણી વ્યક્ત કરી આયોજક વિપુલ જોશી “કચ્છી બેફામ” અને સંયોજક દિલીપભાઈ આચાર્ય ” દિલકશ” એ સાહિત્યની પ્રવૃત્તિમાં ઉતરોતર પ્રગતિના શિખરો સર કરો એવી દિલથી શુભકામનાઓ પાઠવીને મને જે શિલ્ડ અર્પણ કરેલ છે . આ તકે બન્નેનો અરુણભાઈ જેબરે ખૂબ આભાર માનેલ હતો.

જેનો આદર્શ મહાન છે તેવા લોકશાહી કલમે ના તંત્રી અરૂણભાઇનું લક્ષ્ય પણ ઉચ્ચ કોટિનું છે. તે સૌને ઉચ્ચ કોટિનું જીવન મળે તે માટે પુરુષાર્થ કરતા રહે છે. મનુષ્ય માત્રએ પોતાની સમક્ષ સદા ઉચ્ચ અને ઉજ્જવળ આદર્શો રાખવા જોઈએ એ બાબત અરૂણભાઇના જીવનમાંથી આપણને શીખવા મળે છે.
ભગવાને દરેક માણસને કઈ ને કઈ વિશિષ્ટ શક્તિ આપી હોય આપી જ છે. માણસે પોતાની શક્તિને વિકસાવીને તેમજ કેળવીને જીવનમાં આગવી સફળતા મેળવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા જોઈએ તો પોતાના ક્ષેત્રમાં આવશ્ય નવા માર્ગોનુુ નિર્માણ કરી શકે. અને ખૂબ પ્રગતિ સાધી શકે. અરૂણભાઇ જેબર એ પોતાનામાં રહેલી આ શક્તિને પીછાણી અને ધૂપસળીની જેમ તેમનું જીવન પણ ચોમેર માનવતાની મહેકથી મહેકી ઊઠ્યું છે. તેમના સત્કાર્યો, નવોદિત લેખકોને મદદ કરવાની ભાવના, સેવા જેવા ગુણોની સુવાસ વાતાવરણને સુગંધિત કરે છે. તેઓ પોતાની કલમ થકી નિરાશ લોકોમાં આશાનો સંચાર કરે છે. તેમના લેખન થકી હારેલામાં હિંમત આવે છે. સૂતેલો જાગી જાય છે અને બેઠેલ ચાલવા લાગે છે. ચાલતો માણસ દોડવા લાગે છે. આવી તેમની કલમની તાકાત છે. તેવા અરુણભાઈને આ પ્રસંગે જે માન સન્માનના રૂપે શિલ્ડ અને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ ગૌરવની બાબત છે. અરૂણભાઇ જેવી વ્યક્તિનું સન્માન થવું જ જોઈએ. જેના કારણે લોકોને પણ સારા કાર્યો કરવાની પ્રેરણા મળે.

Related posts

Leave a Comment