દિયોદર રેફરેલ હોસ્પિટલ માં પ્રથમ વખત સિઝેરિયન ઓપરેશન ની શરૂઆત માતા એ બાળકી ને જન્મ આપ્યો સામુહિક આરોગ્ય કેન્દ્ર માં માતા અને બાળકી તંદુરસ્ત આરોગ્ય અધિકારી એ આભાર વ્યક્ત કર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર રેફરેલ હોસ્પિટલ માં પ્રથમ વખત સિઝેરિયન ઓપરેશન ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે મહિલા એ બાળકી ને જન્મ આપ્યો છે. જેમાં બંને ની તબિયત તંદુરસ્ત હોવાથી આરોગ્ય વિભાગે આભાર વ્યક્ત કર્યો હતો.

દિયોદર તાલુકા ના લુદરા ગામ ની એક મહિલા ને પ્રસ્તુતિ નો દુખાવો થતા પરિવારજનો દ્વારા આ મહિલા ને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જેમાં ડોક્ટરે તપાસ કર્યા બાદ આ મહિલા ને સિઝેરિયન ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેમાં સિઝેરિયન ઓપરેશન થરા તેમજ ડીસા થતું હોવાથી રાત્રી ના સમય ડિલિવરી કેવી રીતે કરવી તે પ્રશ્ન ઉભો થયો હતો. જેમાં રાત્રી ના સમય પ્રાઇવેટ વિશ્વાસ હોસ્પિટલ માં સેવા આપતા ડો રોહિત નાડોદા ને સંપર્ક કરી રેફરેલ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ડો પ્રતીક રાઠોડ ના સહિયારા પ્રયાસ થી માત્ર ગણતરી ના કલાકો માં સિઝેરિયન ઓપરેશન ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વખત લુદરા ગામ ની મહિલા ને સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા એ બાળકી નો જન્મ આપ્યો હતો. જેમાં મહિલા અને બાળકી બંને ની તબિયત તંદુરસ્ત હોવાથી આરોગ્ય વિભાગે ત્રણ ડોકટર નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment