હિન્દ ન્યૂઝ, માંગરોળ
માંગરોળ તાલુકાનાં ઝાંખરડા ગામેં સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત, પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં હોળીની અનેરી રીતે વિદ્યાર્થી ઓ ઉજવણી કરે છે. આ શાળામાં અભ્યાસ કરતાં મુસ્લિમ સિવાયનાં અન્ય કોમનાં વિદ્યાર્થીઓ ખજૂર અને ચણા લાવી પોતાનાં હાથે, મુસ્લિમ વિદ્યાર્થીઓને ખવડાવે છે. જ્યારે મુસ્લિમ વિદ્યાર્થીઓ મુસ્લિમ સિવાયનાં અન્ય કોમનાં વિદ્યાર્થીઓને કલરથી રંગે છે. આમ આ શાળામાં હોળીની અનેરી રીતે ઉજવણી કરવામાં આવે છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે આ શાળામાં ફરજ બજાવતાં શિક્ષક સઇદભાઈની મહેનત ને પગલે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે આ પ્રકારની વિવિધ પ્રવૃતિઓમાં પણ ભાગ લઈ છે અને કંઈક નવું શિખે છે. આમ આ શાળા વર્ષમાં અનેકો વખત નવી નવી પ્રવૃતિઓ કરી સમાચાર પત્રોમાં ચમકતી રહી છે.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)