ડભોઇ નગરપાલિકાના ૨૭ જેટલા પેન્શનરોના બાકી તફાવતની રકમ ચૂકવાતા કર્મચારી પરિવારોમાં આનંદની લાગણી

હિન્દ ન્યૂઝ, ડભોઇ

          ડભોઇ નગરપાલિકામાં સેવાઓ બજાવી નિવૃત્ત થયેલા ૨૭ જેટલા પેન્શનર કર્મચારીઓ ના નિવૃત્તિના લાભ સહિત બાકી તફાવતની રકમ છેલ્લા ઘણા સમયથી ચૂકવવાની બાકી હતી. આ કર્મચારીઓએ જે તે સમયે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ તેઓના પગાર તફાવત ના બાકી નાણાં ઘણા લાંબા સમયથી ચૂકવવાના બાકી હતા. પરંતુ હાલમાં તાજેતરમાં રચાયેલા ભાજપના બોર્ડના પ્રમુખ કાજલબેન દુલાની તથા હાલના કારોબારી ચેરમેન વિશાલ વી. શાહ દ્વારા આ કર્મચારીઓને તેમના બાકી તફાવતની રકમ સત્વરે ચૂકવાઇ જાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ ડભોઇ -દર્ભાવતિ ના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ પણ આ નિવૃત્ત કર્મચારીઓને તેમના બાકી તફાવતની રકમ સત્વરે ચૂકવવાઈ જાય તે માટે અંગત રસ લીધો હતો અને તેમને હાલના નગરપાલિકાના સત્તાધીશોને આ ૨૭ જેટલા નિવૃત્ત કર્મચારીઓ ની રકમ સત્વરે ચૂકવાઈ જાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. જેને ધ્યાનમાં લઇ હાલના કારોબારીના ચેરમેન વિશાલ વી. શાહે પોતાના પ્રયત્નો શરૂ કર્યા હતા અને ડભોઇ નગરપાલિકાના આ ૨૭ જેટલા નિવૃત્ત કર્મચારીઓને તેમના બાકી પગાર તફાવતની રકમ જે અંદાજે ૪૭ લાખ રૂપિયા જેટલી થાય છે તે રકમ આજરોજ જે તે નિવૃત્ત કર્મચારીઓને આર.ટી.જી.એસ દ્વારા તેમના બેંક ખાતામાં ચૂકવી આપી હતી. જેથી નગરપાલિકાના આ ૨૭ જેટલા નિવૃત્ત કર્મચારીઓના પરિવારમાં આનંદનો માહોલ છવાઇ ગયો હતો. જેથી આ નિવૃત્ત કર્મચારીઓ એ હાલના નગરપાલિકાના સત્તાધીશો અને ડભોઈ-દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ હાલના નગરપાલિકાના ભાજપના નવનિયુક્ત બોર્ડે દ્વારા ટૂંકા સમયગાળામાં નિવૃત્ત કર્મચારીઓનો જે પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર હતો તે સત્વરે ઝડપભેર ઉકેલી નાખી ડભોઇ નગરમાં એક આગવી છાપ ઉભી કરી છે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment