હિન્દ ન્યૂઝ, ડભોઈ
ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલ હરિહર આશ્રમ ખાતે નવનાથ કાવડ યાત્રાના આયોજક શ્રી.પ.પૂ.વિજય જી મહારાજના વરદ હસ્તે તેમજ ઉપસ્થિત અતિથિઓ દ્વારા ગૌ માતાની પૂજા કરી ગોળ અને ઘાસચારો તથા અન્ય ધાન આરોગાવાઈ મકરસંક્રાંતિ ના પાવન પર્વની ખરી રીતે ઉજવણી કરવામાં આવી.
નવનાથ કાવડ યાત્રાના આયોજક પ.પૂ શ્રી.વિજયજી મહારાજ દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ પર દરવર્ષે બાલગોપાલો ને પતંગ અને દોરી નું વિતરણ કરી પર્વની ઉજવણી કરાતી હતી. પરંતુ આ વર્ષે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી અને સરકારી ગાઈડ લાઇનને ધ્યાને રાખી હરિહર આશ્રમના મહારાજ દ્વારા ગૌ માતાને ગોળ. લીલો ઘાસચારો ખવડાવી અને ગૌ માતાની પુંજા કરી એક નવતર અને ઉત્તમ કાર્યને વેગવંતુ કરાયું હતું.
સાથે આ મકરસંક્રાંતિના પાવન પર્વ ના પ્રોગ્રામ માં જોડાઈ ભાગલઈ ગૌ માતાને ઘાસચારો. ગોળ અને અન્ય ધાન્ય ખવાડી હિન્દૂ-મુસ્લિમ એકતાનું દ્રષ્ટાંત પૂરું પાડી સમાજમાં એકતાની મહેક પ્રસરાવી હતી.
જ્યારે આ પ્રોગ્રામ માં ડભોઈ પો.ઇન્સ્પેક્ટર-જે.એમ.વાઘેલા બી.જે.પી.નેતા-ડૉ. બી.જે બ્રહ્મભટ્ટ, દેવેન્દ્રભાઈ વર્મા, વડોદરા કિસાન સંઘના સંયોજક-સુરેશભાઈ પટેલ, રાષ્ટ્રીય સમાજ પાર્ટીના પ્રદેશ પ્રમુખ-રાજેશભાઇ આયરે તથા પાર્ટીના પ્રેસિડન્ટ મુસ્તાકભાઈ પટેલ.સંજયભાઈ વાઘ મોડે.તેમજ વડોદરા જિલ્લા કરણી સેનાના પ્રભારીઓ ઉપસ્થિત રહી પ્રોગ્રામની શોભા વધારી હતી.
રિપોર્ટર : હુસેન મન્સૂરી ડભોઈ