ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાં ફિલ્મીઢબે ગુમ થયેલ રહીશનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા તે રહસ્ય અકબંધ

હિન્દ ન્યૂઝ, ખેડા

                                  ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાના હુસેની સોસાયટીમાં રહેતા બાંડી ઈલયાસભાઈ હાજી અહેમદ ભાઈ ગઇ કાલથી ગુમ થઈ ગયા હતા. જેઓ ઘરેથી વેગનઆર ગાડી નંબર જીજે૦૧ એચ એલ ૭૦૭૨ વાળી ગાડી લઈને નીકળ્યા હતા. જે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેમના પુત્ર દ્વારા આ બાબતની જાણવા જોગ ફરીયાદ સેવાલીયા પોલીસ મથકે તા.૧૨-૦૧-૨૦૨૧ રોજ દાખલ કરવામાં આવી હતી.

                              જે બાબતની તપાસ કરતા ડાભસર માઇનોર કેનાલ પાસેથી વેગનઆર ગાડી અને ચપ્પલ મળી આવ્યા હતા. ત્યાર બાદ સઘન તપાસ કરતા કેનાલમાંથી મોડા ગુમ થનારની મૃતદેહ મળી આવ્યો હતો. કેનાલ માંથી મૃતદેહ કાઢતા લોહી ટપકતું દેખાયુ હતું. જેથી ગુમ થનારનું મૃત્યુ થયું હોવાનું પાકું અનુમાન લગાવી શકાય છે. જે પી.એમ અર્થે સેવાલીયા સી.એચ.સી દવાખાને મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મરનાર ગાડી લે-વેચ નો વેપાર કરતા હતા. જે ઘરેથી ગાડી લેવા જવા નીકળ્યા હતા અને સાથે ૫૦,૦૦૦/- રૂપિયા જેટલી રકમ લઈને નીકળ્યા હતા. જેવી ચર્ચા પરિવારજનો કરી રહ્યા હતા.આ હત્યા છે કે પછી આત્મહત્યા તે રહસ્ય હજુપણ અકબંધ છે.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા

Related posts

Leave a Comment