જામનગરના ધ્રોલ તાલુકામાં દુષ્કર્મના બનાવને વખોડી ઉચ્ચ અધિકારીઓને આપ્યુ આવેદન

હિન્દ ન્યુઝ, ધ્રોલ

                     તા.૧૯, જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના માલધારીની દિકરી ઉપર નરાધમો દ્વારા આચરેલ દુષ્કર્મના બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે અને આવી હિન પ્રવૃતિ કરનાર નરાધમોને કાયદાનો પાઠ ભણાવવા જાહેરમાં વરર્ઘોડો કાઢી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરી ધ્રોલ શહેરના તમામ વેપારીઓએ સ્વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પ્રચંડ રોષ વ્યક્ત કર્યો હતો અને માલધારી સમાજની સાથે અન્ય સમાજ જોડાયને રાજ્યપાલને સંબોધીને પ્રાન્ત અધિકારી, મામલતદાર તેમજ જીલ્લા પોલિસ વડાને રૂબરૂ કોવિંદ – ૧૯ ની ગાઈડલાઈન્સનું પાલન કરીને રેલી યોજીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આવેદન પત્ર પાઠવવામાં આવેલ. જેમા ધ્રોલ તાલુકાના ભરવાડના આગેવાનો પુનાભાઈ વરૂ, ગોકળભાઈ વરૂ, લક્ષ્મણભાઈ બાંભવા, વિરમભાઈ વરૂ, દિનેશભાઈ ભૂંડીયા, પાંચાભાઈ વરૂ, મછાભાઈ વરૂ, કારાભાઈ વરૂ, દિનેશભાઈ વેશરા, જલાભાઈ વરૂ, હિરાભાઈ વરૂની સાથે ભરવાડ સમાજના યુવાધન અને અન્ય સમાજના આગેવાનોની સાથે માલધારી વિકાસ સંગઠન ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જિલૂભાઈ ગમારા, પ્રભારી સામભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રીશ્રી અશોકભાઇ જસદન, સૌરાષ્ટ્ર કન્વીનર જશાભાઈ આલ, ગોકુલભાઈ વરુ, પુનાભાઈ ભરવાડ તેમજ મોટી સંખ્યામાં માલધારી સમાજ અને આગેવાનો હાજર રહ્યા હતા.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment