હિન્દ ન્યૂઝ, અરવલ્લી
બાયડ મામલતદાર કચેરી ખાતે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પંચાયત ના ફતેપુર ગામ ની સીમમાં જમીનની બાબતમાં ભરપૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને ઓઘાં કોતર વાળી નદીના કાંઠે આવેલી જમીન અને પાણી પત્રક કરીને ખોટી રીતે દસ્તાવેજ કરીને બારોબાર વેચી દીધી છે. આ જમીનમાં ફતેપુર ગામ ના હકમાં તેઓ જંગલમાંથી લાકડા લાવવાનો તેમજ ઢોર ચરાવવાનો હક હતો. તો પણ હક ગેરકાયદેસર રીતે કાઢીને જમીન નો બારોબાર દસ્તાવેજ કરી દિધો હોવાથી આજ રોજ ફતેપુર ગામના ગ્રામજનો દ્વારા બાયડ મામલતદાર કચેરી એ ૫૦ જેટલી R.T.I કરીને માહિતી ની માગણી કરેલી છે. યોગ્ય પગલાં લેવાય અને ગ્રામજનોને યોગ્ય ન્યાય મળી રહે તેવી મામલતદાર ની પણ રજુઆત કરવામાં આવી. જો યોગ્ય ન્યાય નહિ મળે અને જે ને ખોટી રીતે દસ્તાવેજો કર્યા હસે તેની સામે પગલાં નહિ લેવાય તો ગ્રામજનો ગાંધીચિધ્યા માર્ગે જવા પણ તૈયાર છે.
રિપોર્ટર : હર્ષ પટેલ, અરવલ્લી
