વેરાવળ મંદિરની નજીક આવાસ યોજનાના પ્લોટ પર ખુદ પાલિકા પ્રમુખે કરેલા દબાણ પર ફર્યું બુલડોઝર

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ

વેરાવળમાં ખુદ નગર પાલિકા નાં પ્રમુખ અને તેમના મરતિયાઓ દ્વારા સરકારી આવાસ યોજના માટે ફાળવવામાં આવેલા પ્લોટ પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામને છેવટે આજે તોડી પાડવા મા આવ્યું હતું અને મેદાનને સમથર કરી નાખવામાં આવ્યું હતું. પ્રાદેશિક કમિશનરને કરાયેલી ફરિયાદને પગલે બાંધકામ તોડવાનો આદેશ કરાતાં તંત્ર દોડતું વેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં નગરપાલિકાએ આવાસ યોજના માટે પ્લોટ ફારવયો હતો. એમાં ખુદ નગરપાલિકાના પ્રમુખ અને તેમના મરતિયાઓ એ ગૌશાળાની આડમાં શરૂ કરેલા બાંધકામને આજે પાલિકા દ્વારા જે.સી.બી. ટ્રેકટરો મારફતે તોડી પાડવામાં આવ્યું હતું. મોટા મોટા કોલમબીમ નાખવામાં આવ્યા હતા. એ તમામ બુરી દેવામાં આવ્યા હતા અને મેદાન સમથર કરી નાખવામાં આવ્યું હતું. શાસક પક્ષની મીઠી નજર હેઠળ અને વિરોધ પક્ષની નિષિકયતા વરચે તઇ રહેલી આ પેશકદમી અંગે અગાઉ જાગૃત સંસ્થા અને સંગઠને છેક પ્રદેશિક કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. જેને પગલે સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવેલું અને ભારે વિવાદ થયો હતો. ફરિયાદને પગલે તાજેતરમાં પ્રદશિક કમિશનરે ગેરકાયદે બાંધકામને તોડીને જમીન સમતળ કરી ત્યાંથી તમાંમ માલસામાન કબ્જે કરવા આદેશ કર્યો હતો. જેને પગલે પાલીકાને દબાણ દુર કરવાની ફરજ પડી હતી.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment