રાજકોટ શહેર માં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૨/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રાત પડતા જ લુખ્ખાઓ બેફામ બનીને નીકળી પડતા હોય છે. અને ગમે ત્યાં લુખ્ખાગીરી ચલાવી લોકોને પરેશાન કરતા હોય છે. તહેવાર ટાણે આવા બનાવો બનતા અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી થોરાળા P.I જી.એમ.હડિયાના માર્ગદર્શન હેઠળ P.S.I જી.એસ.ગઢવી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ચુનારાવાડમાં રહેતા લાલો ઉર્ફે ડેબરી દેવજીભાઈ સોલંકી ઉ.૩૨ નામના શખ્સને ડાભી હોટલ નજીક શેરીમાંથી શંકાના આધારે સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી એક છરી મળી આવતા તેના વિરુદ્ધ કલમ.૩૭-૧-૧૩૫ મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. થોરાળા પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયા, જી.એસ.ગઢવી, ભુપતભાઈ વાસાણી, શૈલેષભાઈ ભીસડીયા, નરશંગભાઈ ગઢવી, વિજયભાઈ મેતા, જયદિપભાઈ ધોળકીયા, કિરણભાઈ પરમાર, યુવરાજસિંહ રાણા, કામગીરી કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment