હિન્દ ન્યુઝ, દાહોદ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ – ૨૦૨૬ અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી.
આ દરમ્યાન નિવાસી અધિક કલેકટર જે. એમ રાવલએ સૌ અધિકારીઓને માર્ગદર્શન તેમજ સૂચના આપતાં જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં પણ ખેલાડીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે અને ગ્રામ્ય વિસ્તારથી લઈને જિલ્લા કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વધુમા વધુ રજીસ્ટ્રેશન થાય તે જરૂરી છે.
આ બેઠક દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, ઝાલોદ પ્રાંત અધિકારી એ. કે. ભાટિયા, દેવગઢ બારીયા પ્રાંત અધિકારી હિતેશ ભગોરા, જિલ્લા રમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા રમત વિકાસ અધિકારી બારીયા સહિત સંબંધિત અન્ય અધિકારીઓ – પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
