હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા માં વાસણા રોડ પર આવેલી દ્વારકેશ સોસાયટી રોડ નંબર ૨ માં છેલ્લે આવેલ 20 ઘરો માં છેલ્લા 6 મહિના થી પીવાના પાણી આવતું નથી. એક કિલોમીટર ની અંદર પાણી નો ટાંકો આવેલ છે છતાં ત્યાં ના પ્રજાજનો ત્રાહિમામ કરે છે. અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવા માં આવી નથી. નગરપાલિકા દ્વારા ખાલી આશ્વાશન આપવામાં આવે છે કે થઈ જશે, આ છતાં નગરપાલિકા દ્વારા ના તો કોઈ ટેન્કર દ્વારા પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવ્યું નથી. ત્યાંના પ્રજાજનો ને નાહવા અને અન્ય કામ કાજ માટે પણ પાણી માટે વલખાં મારવાં પડે છે. જ્યારે ત્યાંના ઘરો મા મુલાકાત કરી ત્યારે ત્યાંના લોકો ના ઘર ના પાણી ના ટાંકા પણ ખાલી જોવા મળ્યા. શું નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ? નગરપાલિકા કોની રાહ જુવે છે ?
જેવા અનેક સવાલ ખેડબ્રહ્મા નગરપાલિકા ઉપર ઊઠી રહ્યાં છે.
રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા