કોડીનાર પૂર્વ નગર સેવક શિવાભાઈ સોલંકીના યુવાન પુત્ર મીત સોલંકી એ આત્મહત્યા કરી જીવ ટૂંકાવ્યો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના કોડિનરનાં ભૂતપૂર્વ કોર્પોરેટર અને હાલ ન્યાયા માટે જૂનાગાઢ જેલમાં રહેલા શિવાભાઈ સોલંકીના 20 વર્ષના યુવાન પુત્ર મિત શિવાભાઈ સોલંકી આજે રિવોલ્વરની ગોળી છોડી આત્મહત્યા કરી લેતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. કારણ હજુ બહાર આવેલ નથી પરંતુ જે થયું છે તે ખૂબ જ દુઃખ ભર્યું થયું છે અને શીવાભાઈ ના lસગા વ્હાલા તેમજ કુટુંબ અને મિત્ર વર્તુળમાં ખૂબ જ ચિંતાનું મોજું ફરી વળેલ જોવા મળેલ હતું. એટલું જ નહીં પરંતુ શીવાભાઈ ને સંતાનમાં એક જ દીકરો નામે “મીત” હોય. જેથી તેઓએ કરેલી આત્મહત્યા શીવાભાઈ અને તેના પરિવારમાં ખૂબ જ દુઃખદાયક અને અસહ્ય તેમજ અવિસ્મરણીય બની રહેલ છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment