ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી વિદેશી દારૂ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, ભાભર

એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ
વદુજી, જયપાલસિંહ, ભરતભાઈ, ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ, મહેસભાઈ નાઓ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાભર ટાઉનમાં આવતા એક અશોક લેલન ગાડી શકમંદ હાલતમાં જણાતા અશોક લેલન ગાડીમાં તપાસ કરતાં ખાટલા ની અંદર ચોરખાનું બનાવેલ હોય જે ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ઓ તથા છૂટી બોટલો નંગ-400 કિંમત રૂપિયા 2,00,000/- તથા અશોક લેલન ગાડીની કિંમત રૂપિયા 2,00,000/- તથા ખાટલા કિં. રૂ 14,000/- તથા મોબાઈલ નંગ- 1 કી.રૂ,10,000/- મળી કુલ કિંમત રૂપિયા 4,24,000/- નો મુદ્દામાલ મળી આવતા G.j.18 A.V 6223 નો ડ્રાઈવર નાસી જઈ તેના વિરુદ્ધ માં ભાભર પો.સ્ટે પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment