નિકાવા હિન્દુ સેવા સમિતિ તેમજ જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન માં દુર્ગા પૂજા તેમજ મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નિકાવા

તા. ૨૬, નિકાવા હિન્દુ સેવા સમિતિ તેમજ શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા વિજયાદશમી તહેવાર નિમિતે શસ્ત્રપૂજન તેમજ માં દુર્ગા પૂજા અને ભવ્ય આરતી કાર્યક્રમનું આયોજન જય અંબે ગરબી મંડળ ચોકમાં કરવામાં આવેલ. કોરોનાના કહેરને લઈને સરકાર દ્વારા સમગ્ર તહેવારો અને ઉત્સવો પર પાબંદી લગાવી દીધી છે અને નવરાત્રિ દરમ્યાન ફ્કત માતાજીની આરતી કરવાની છૂટ આપવામાં આવી છે અને દશેરાના દિવસે હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેને અનુલક્ષીને કાલાવડ તાલુકાના નિકાવા ગામે વર્ષો જુની જય અંબે ગરબી મંડળના ચોકમાં નિકાવા હિન્દુ સેવા સમિતિ તેમજ શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા વિજયાદશમીની ઉજવણી શસ્ત્રપૂજન તેમજ માં દુર્ગા પૂજા અને ભવ્ય આરતીથી કરવામાં આવી હતી. જેમાં નિકાવા ગામના જાગૃત અને યુવા ઉત્સાહી સરપંચ રાજુભાઈ મારવિયા, પૂર્વ સરપંચ માવજીભાઈ સાવલીયા સહિત બહોળી સખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ સરકારની કોવિડ-૧૯ની ગાઈડલાઈનના પાલન સાથે શસ્ત્રપૂજન કરેલ તેમજ મહા આરતીમાં ભાગ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવેશભાઈ વિરડીયા, અવધેશભાઈ સૂચક, મેહુલભાઈ ગોહેલ, કેતનભાઈ વિરડીયા, કમલેશભાઈ ગમઢા, ભાવેશભાઈ પ્રજાપતિ તેમજ નિકાવા હિન્દુ સેવા સમિતિ અને જય અંબે ગરબી મંડળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment