રાજકોટના મોરબી રોડ ઉપર મકાનની દિવાલ ઠેકી નવેરામાંથી પ્રવેશી ૪૭ હજારના ઇમીટેશનના દાગીના ચોરી કરનાર ૪ શખ્સોને બી.ડિવિઝન પોલીસે દબોચીયા

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૨૭/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર બ્રહ્માણી પાર્કમાં રહેતા અને શક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં ઇમીટેશનનું કારખાનું ચલાવી વેપાર કરતા કલ્પેશભાઈ રણછોડભાઈ સાંગાણી નામના પટેલ વેપારીએ ગત.૧૩ તારીખે તેના કારખાનામાંથી ૪૭ હજારના દાગીના ચોરી થવા અંગે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા P.I એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.એફ.ડામોર અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. C.C.T.V આધારે દ્રશ્યમાન રિક્ષાની તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેમેન્દ્રભાઈ વાધીયા, સિરાજભાઈ ચાનીયા, પરેશભાઈ સોંઢીયાને મળેલી બાતમી આધારે A.S.I વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, અજયભાઇ બસીયા, મનોજભાઈ મકવાણા, મનોજભાઈ ગઢવી, મિતેશભાઈ આડેસરાએ એક રીક્ષા પસાર થતા તેમાં બેઠેલા ૪ શખ્સોને અટકાવી જડતી લેતા રિક્ષામાંથી પ્લાસ્ટિકના કોથળામાંથી ચોરીમાં ગયેલ ઇમીટેશનનો માલ મળી આવતા ચારેયના નામઠામ પૂછતાં ગંજીવાડામાં રહેતા કિશન ભાવેશભાઈ ભાલારા, અશ્વિન ગોવિંદભાઇ લીંબડીયા, શાહરુખ મુનિરમહંમદ કુરેશી, પરેશ મનસુખભાઇ પરમાર હોવાનું જણાવતા ચારેયની ધરપકડ કરી. ૪૭ હજારના ઇમીટેશનના દાગીના અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ૭૫ હજારની રીક્ષા સહીત ૧.૨૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment