VNSGU ખાતે એક વર્ષીય ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન’નો શુભારંભ

હિન્દ ન્યુઝ, સુરત     વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એક વર્ષીય ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અનુભવી સંપાદકોના માર્ગદર્શન હેઠળ ફિલ્ડ રિપોર્ટિંગ, ન્યૂઝ રાઇટિંગ, મીડિયા એથિક્સ, ડિજિટલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયોમાં વ્યવહારુ અને પ્રાયોગિક તાલીમ પૂરી પાડવાનો છે.        એક વર્ષીય કોર્સ બે સેમેસ્ટરમાં વહેંચાયેલો રહેશે. જેમાં ધો૧૦ કે ધો.૧૨ પાસ સાથે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે. તેમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં રહેશે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને…

Read More

 ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’: પંચાયતોના વાર્ષિક ઑડિટ બાદ ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ફરજિયાત

હિન્દ ન્યુઝ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પારદર્શક પંચાયતની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું ભરતા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સૂચના આપી છે કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ યોજવામાં આવે, જેથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે. ઉલ્લેખનીય છે કે, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે તા.28/07/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં નવી પ્રક્રિયા અમલમાં મૂકી છે. નવી વ્યવસ્થા મુજબ હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઑડિટ પૂર્ણ થતાં જ…

Read More

કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગ્રામ પંચાયતની સરપ્રાઇઝ મુલાકાત કરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    ગાંધીનગર જિલ્લામાં વહીવટી પારદર્શિતા વધારવા અને ગ્રામીણ સ્તરે સરકારી સેવાઓનું સઘન મોનિટરિંગ કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગ્રામ પંચાયતની સરપ્રાઇઝ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયતની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી પંચાયત રેકોર્ડ અને મહેસૂલી કામગીરીની વિગતો ચકાસી હતી અને ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની રજૂઆતો અને પ્રાથમિક સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા.  આ ઉપરાંત, કલેક્ટરએ સ્થાનિક આંગણવાડી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સાથે બેઠક યોજી બાળકોના પોષણ સ્તર, સ્વાસ્થ્ય સેવાઓ અને પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા…

Read More

વાસણ વિદ્યામંદિર ખાતે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણ જતન અર્થે આયોજિત પ્રકૃતિ પૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામની વાસણ વિદ્યામંદિર ખાતે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણ જતન અર્થે આયોજિત પ્રકૃતિ પૂજન કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે અને ગાંધીનગર વિધાનસભા (ઉત્તર) ના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  આ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓએ 151 જેટલા છોડનું નારાયણ ઉપનિષદનું પારાયણ કરીને વિધિવત પૂજન કર્યું હતું.  આ પૂજિત રોપાઓને વિદ્યાર્થીઓ શાળા, પોતાના ઘરના આંગણે, ખેતરમાં કે ગામમાં વાવશે અને 100 દિવસ સુધી તેની સામે બેસીને નારાયણ ઉપનિષદ બોલવા સાથે જલાભિષેક કરીને તેનું જતન કરશે.

Read More

ગાંધીનગર જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) ની સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) ની સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં ગાંધીનગર જિલ્લામાં મૂંગા પશુ-પક્ષીઓના કલ્યાણ અને જીવદયા સંબંધિત કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી પ્રાણીઓ પ્રત્યેના અત્યાચાર અટકાવવા માટે ગ્લુ ટ્રેપના ઉપયોગ પર પ્રતિબંધ, જિલ્લામાં ચાલતી પેટ શોપનું ફરજિયાત રજિસ્ટ્રેશન, શ્વાન નિયંત્રણ અને રસીકરણ માટેનું Animal Birth Control પ્રોગ્રામ તેમજ સોસાયટીના સભ્યોને સત્તાવાર આઈ-કાર્ડ ઇસ્યુ કરવા જેવા અગત્યના વિષયો પર વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.  કલેક્ટરએ આ તમામ બાબતો પર સત્વરે…

Read More

જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા કલોલ તાલુકાના દંતાલી ગામની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર જિલ્લામાં વહીવટી પારદર્શિતા અને તંત્રની કામગીરી વધુ સુદ્રઢ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા કલોલ તાલુકાના દંતાલી ગામની મુલાકાત લઈ, ગ્રામ પંચાયતની સામાન્ય દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી.  તેમણે પંચાયત રેકોર્ડ, મહેસૂલી ચોપડા, વિવિધ રજિસ્ટરો અને નાગરિક સેવાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી અને રેકોર્ડ નિભાવણી વધુ સુગમ અને વ્યવસ્થિત બનાવવા અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા.

Read More

બનાસકાંઠા ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે ખાસ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા       મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ વિસ્તારની મહિલાઓને કૌશલ્યવર્ધક તાલીમ, સ્વરોજગારલક્ષી માર્ગદર્શન તેમજ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી.

Read More

પરિશ્રમ અને સરકારી સહાયનો સંગમ છોટાઉદેપુરના ખેડૂત પુત્ર રોનક રાઠવાની PDPUમાં સફળતાની છલાંગ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      દ્રઢ મનોબળ, સખત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શન હોય તો ગમે તેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ સફળતા મેળવી શકાય છે. આવું એક પ્રેરણાદાયી ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામના ખેડૂત પુત્ર રોનકભાઇ રાઠવાએ પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૨ ની પરીક્ષામાં ૭૦ ટકા મેળવનાર રોનકે પોતાની મહેનત અને સરકારી સહાયથી ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કર્યું છે. રોનક રાઠવા સાથેની મુલાકાતમાં JEE અને ગુજકેટ (GUJCET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસ બાબતે જણાવતા કહ્યુ કે, મારી આર્થિક પરિસ્થિતી સારી નહોવાથી JEE અને ગુજકેટ (GUJCET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી મે…

Read More

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના; વિધવા મહિલાઓ માટે બની આશાનું કિરણ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું વર્ષ 2026-27નું બજેટ રૂ. 2847.82 કરોડ; આ યોજના હેઠળ વર્ષ 2025-26માં 17 લાખથી વધુ મહિલાઓને રૂ. 2600 કરોડથી વધુની આર્થિક સહાય મળી. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મળતી માસિક સહાય મને ઘર-ખર્ચમાં મદદરૂપ થાય છે. હું આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ખૂબ-ખૂબ આભાર માનું છું : જૂનાગઢના લાભાર્થી સુશીલાબેન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આશાનું કિરણ બની; આજે આ યોજના હેઠળ મળતી સહાય ઘર-ખર્ચમાં તો મદદરૂપ થાય છે, સાથે જ તે બાળકોનું શિક્ષણ પણ સુનિશ્ચિત કરે છે : સુરતના…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત અભિયાન સફળતાના પંથે…

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     એક સમયે અસાધ્ય ગણાતો ટી.બી.રોગ આજે રાજરોગ મટીને સામાન્ય રોગ બન્યો છે. પરંતુ શરત માત્ર એ છે કે, આ માટે યોગ્ય આહાર-વિહાર શૈલી અપનાવી અને નિયમિત રીતે ડૉક્ટરના દિશાદર્શનમાં યોગ્ય દવાઓ લેવી.  સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત કરવા માટે અભિયાનરુપે કામગીરી કરવામાં આવી રહી છે. જેને મોટી સફળતા મળી છે અને ગીર સોમનાથ જિલ્લાના ૧૭૪ ગામો ટી.બી. મુક્ત કરી શકાયા છે.  ‘નિક્ષય મિત્ર’ યોજના દ્વારા જિલ્લાના પ્રવર્તમાન ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ સહિતની દવાઓ આપવામાં આવી રહી છે, આ ઉપરાંત ટી.બી.વિભાગ દ્વારા તેમનું…

Read More