ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો પર આવેલા જળાશયોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ડાંગ     તાજેતરમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં જળાશયો (નદી, તળાવ, નહેર) માં ડૂબી જવાથી મૃત્યુ થવાની દુર્ઘટનાઓ ધ્યાને આવતાં, ડાંગ જિલ્લામાં આવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એચ.એમ. જણકાટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ ડાંગ જિલ્લામાં આવેલા તમામ ભયજનક જળાશયો, નદીઓ, તળાવો, અને ધોધમાં નાહવા કે પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.  આ જાહેરનામા મુજબ, આહવા, વઘઇ અને સુબીર તાલુકાના કુલ ૬૩ જોખમી…

Read More

ડાંગ જિલ્લામાં એન્ટી-ટોબેકો ડ્રાઇવ: સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં COTPA એક્ટ હેઠળ દંડનીય કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં તમાકુ અને વ્યસનના દૂષણને ડામવા તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સાપુતારા ખાતે દંડનીય કાર્યવાહી અને વઘઇ ખાતે ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫-૦૬-૨૦૨૬ના રોજ સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (COTPA-2003) ના કડક અમલીકરણ માટે પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને એસ.ટી. ડેપો વિભાગ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ…

Read More

ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી માર્ગના વિકાસ માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ     ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માર્ગોના મજબૂતીકરણ તથા જરૂરી માર્ગ વિકાસ કામોને વેગ આપવા માટે નાણાકીય મંજૂરી આપવામાં આવી છે.  આ અંતર્ગત ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી રોડના વિકાસ અને મજબૂતીકરણ માટે કુલ રૂ. ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મંજૂરી મુજબ ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી માર્ગના એક ભાગ માટે ODR શ્રેણીમાં ૧૮.૯૩ કિ.મી. લંબાઈના કામ માટે રૂ. ૨૨ કરોડ તથા આ જ માર્ગના અન્ય ભાગ માટે SH શ્રેણીમાં ૫.૦૦ કિ.મી. લંબાઈના કામ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, કુલ…

Read More

નેપાળ-તિબેટ સરહદે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને રાજ્ય કંટ્રોલ રૂમ દ્વારા જાહેર જનતા માટે ખાસ સૂચના      ગત ૨૫મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નેપાળ-તિબેટ સરહદે રસુવા જિલ્લાના ભોટેકોશી નદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર (ફ્લેશ ફ્લડ) અને ભૂસ્ખલનને કારણે ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.     આ આકસ્મિક ઘટનામાં ગુજરાત રાજ્ય અથવા ડાંગ જિલ્લાના કોઈ પણ પ્રવાસીઓ કે નાગરિકો ફસાયા હોય, તો તે અંગેની જાણકારી, મદદ અને સહાય માટે પરિવારજનોને તાત્કાલિક નીચે દર્શાવેલા કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.…

Read More

સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત કુંઢેલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો “૭૭”મો વન મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા     “૭૭”માં વન મહોત્સવની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત, કુંઢેલા ખાતે યોજાઈ હતી.  આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજની જેન્ઝી અને અલ્ફા જનરેશન ટેકનોલોજીના યુગમાં જીવી રહી છે. ત્યારે તેમને કુદરત અને હરિયાળી સાથે જોડવા અત્યંત જરૂરી છે. તેમણે માત્ર છોડ રોપવાથી ફરજ પૂરી થતી નથી…

Read More

દેવગઢ બારીયાના રામ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ: જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું

હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા   દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામ ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના વપરાશથી મુક્ત કરવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન તાલીમ શિબિર અને જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ શિબિરમાં રામ ગામની મહિલા ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.  તાલીમ દરમિયાન ખેડૂતોને સ્વહસ્તે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ‘જીવામૃત’ બનાવવાની સરળ રીત, તેનો સંગ્રહ અને પાકમાં તેનો યોગ્ય ઉપયોગ કરવાની તકનીકો…

Read More

નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી 500 નવા અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી 500 નવા અત્યાધુનિક 112 ‘જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું… રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ નવા 500 વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક કુલ 1000 ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે…  આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD (Computer Aided Dispatch) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 10 મિનિટ 49 સેકન્ડ થયો છે.…

Read More

બારડોલી તાલુકાના સાંકરી ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ: પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા આપ્યું માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, બારડોલી     રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના ટીંબરવા ગામે રાત્રિ રોકાણ કરી સવારે સાંકરી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. પરિસંવાદ સ્થળે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેની પણ તેમણે મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. સફળ પ્રાકૃતિક ખેતી કરીને અન્યોને પ્રેરણા પૂરી પાડનાર ખેડૂતોને સન્માનિત કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોએ સ્વ-અનુભવો વર્ણવી પ્રાકૃતિક કૃષિની મહત્તા સમજાવી હતી.  નાયબ ખેતી નિયામક(તાલીમ),…

Read More

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતની માતાઓ – બહેનોને સલામત અને સુવિધાયુક્ત મુસાફરીની ભેટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     આજે ગાંધીનગર ખાતે માતા-બહેનોની સુવિધા અને સલામત મુસાફરીને સમર્પિત GSRTCની ૧૦૧ નવીન બસોનું લોકાર્પણ કર્યું. આ નવીન બસો બહેનોની મુસાફરીને વધુ સરળ, સુગમ અને સુરક્ષિત બનાવવાની સાથે ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવશે. રક્ષાબંધન માત્ર રાખડીના પવિત્ર બંધનનું પર્વ નથી, પરંતુ બહેનોની સુવિધા, સુરક્ષા અને સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવાનો અવસર પણ છે. 🚌

Read More

રાજ્યમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને કરાયું વિનામૂલ્યે અનાજ વિતરણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        છેલ્લાં પાંચ વર્ષમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ રાજ્યમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને કરાયું વિનામૂલ્યે અનાજ વિતરણ; જેમાં મુખ્યત્વે કુલ 136 લાખ મે. ટન ઘઉં-ચોખા તેમજ 03 લાખ મે. ટન બરછટ અનાજનો લાભ અપાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અન્ન સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ તહેવારોમાં તેમજ માસિક દરે કુટુંબ- પરિવારજનોને રાહત દરે તથા વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ચણા તેમજ બરછટ અનાજનો લાભ આપવામાં આવ્યો છે : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી  

Read More