હિન્દ ન્યુઝ, ગાંધીનગર
છેલ્લાં પાંચ વર્ષમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ રાજ્યમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને કરાયું વિનામૂલ્યે અનાજ વિતરણ; જેમાં મુખ્યત્વે કુલ 136 લાખ મે. ટન ઘઉં-ચોખા તેમજ 03 લાખ મે. ટન બરછટ અનાજનો લાભ અપાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અન્ન સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ તહેવારોમાં તેમજ માસિક દરે કુટુંબ- પરિવારજનોને રાહત દરે તથા વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ચણા તેમજ બરછટ અનાજનો લાભ આપવામાં આવ્યો છે : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
